
દેશનો મોટા ભાગનો વર્ગ ગરીબી રેખા હેઠળ જીવન વિતાવે છે. તેમાં પણ ખાસ કરીને નિમ્ન વર્ગના લોકોની પરિસ્થિતિ ખુબ જ મુશ્કેલ હોય છે. તેથી સરકાર દ્વારા આવા લોકો માટે માનવ ગરિમા યોજના બનાવવામાં આવી છે.
આ યોજના અંતર્ગત, જે લોકો નાનો ધંધો અથવા સ્વરોજગાર શરૂ કરવા ઈચ્છે છે, તેમને વિવિધ વ્યવસાય માટે જરૂરી સાધનસામગ્રી (ટૂલ કિટ) મફતમાં આપવામાં આવે છે.
આ યોજનામાં ટેલરિંગ, મોચીકામ, બ્યુટી પાર્લર, પ્લમ્બિંગ, મોબાઇલ રિપેરિંગ, સુથારી કામ, તથા અન્ય 28 જેટલાં વ્યવસાયોને આવરી લેવામાં આવ્યા છે. રોજગારી ઇચ્છુક લોકો માટે આ યોજના એક આશાનું કિરણ સાબિત થાય છે.
માનવ ગરિમા યોજના ફોર્મ
ગરીબી રેખા નીચે જીવન વિતાવી રહેલા લોકો માટે બનાવવામાં આવેલી સરકારી સ્કીમને માનવ ગરિમા યોજના નામ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી રાજ્ય સહી દેશના અગણિત લોકો આનો લાભ લઇ ચુક્યા છે.
આ યોજનાને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે જેઓ આર્થિક રીતે પછાત છે અને તેમની પાસે મૂળભૂત જરૂરિયાતો પણ ઉપલબ્ધ નથી.
યોજનાનો મુખ્ય હેતુ એવા નાગરિકોને ટેકો આપવાનો છે જેમણે જીવનમાં હંમેશા આર્થિક તંગીનો સામનો કર્યો છે અને વ્યાવસાયિક સાધનો ન હોવાના કારણે પોતાનું પોતાનું કામ શરૂ કરવામાં અસમર્થ રહ્યા છે.
યોજનામાં અરજી કરનારની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને આવક મર્યાદા મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં વાર્ષિક આવક ₹47,000 તથા શહેરી વિસ્તારોમાં ₹60,000 કરતા ઓછી હોવી જોઈએ.
માનવ ગરિમા યોજનાની જાણકારી
આપણા સમાજમાં સમાનતા અને આત્મનિર્ભરતાનું વાતાવરણ ઉભું કરનારી આ યોજના લોકોને રોજગારી માટેની ઉત્તમ તક છે. પુરુષો તથા મહિલાઓ બંને આ યોજનાની અરજી કરવા માટે સક્ષમ ગણાય છે.
જેટલા પણ લોકો આ યોજનાની અરજી કરવા માટે ઉત્સુક હોય તેઓ નીચેની બાબતોને જરૂર ધ્યાનમાં રાખે.
| મુદ્દો | વિગત |
|---|---|
| યોજનાનું નામ | માનવ ગરિમા યોજના |
| પ્રારંભ | ગુજરાત સરકાર દ્વારા |
| ઉદ્દેશ્ય | સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગોને સ્વરોજગાર માટે સહાય |
| લાભાર્થી વર્ગ | SC, ST, OBC, EWS, લઘુમતી વર્ગ |
| ઉંમર મર્યાદા | 18 થી 60 વર્ષ |
| આવક મર્યાદા (ગ્રામ્ય) | ₹47,000 વાર્ષિકથી ઓછી |
| આવક મર્યાદા (શહેરી) | ₹60,000 વાર્ષિકથી ઓછી |
| સહાયનો સ્વરૂપ | મફત સાધન સહાય (ટૂલ કિટ) |
| ટૂલ કિટના ઉદાહરણો | ટેલરિંગ, મોચીકામ, પાર્લર, પ્લમ્બિંગ, મોબાઇલ રિપેરિંગ વગેરે |
| દસ્તાવેજો | આધાર કાર્ડ, આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, બેંક પાસબુક વગેરે |
| અરજી પ્રક્રિયા | ઓનલાઇન / ઑફલાઇન |
| સંપર્ક કચેરી | નાયબ નિયામકશ્રી (અજાક)ની કચેરી |
| વેબસાઈટ | sje.gujarat.gov.in |
માનવ ગરિમા યોજનાની માહિતી
લઘુમતી સમુદાયને આર્થિક રીતે મજબૂત બનાવવામાં સહાય કરતી આ કલ્યાણ લક્ષી યોજના છે. યોજનાની અરજી તમે ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે કરી શકો છો.
લાભાર્થીઓ ટેલરિંગ, બ્યુટી પાર્લર, મોચીકામ, પ્લમ્બિંગ, મોબાઇલ રિપેરિંગ, ઇલેક્ટ્રિક વર્ક, મસાલા બનાવટ, પાપડ-અથાણા બનાવટ, ફેરી વ્યવસાય અને અન્ય વ્યવસાય માટે ઉપયોગી સાધનો મેળવી શકે છે.
માનવ ગરિમા યોજનાનો હેતુ (ઉદ્દેશ્ય)
- સમાજના પછાત વર્ગોને આત્મનિર્ભર બનવા માટે ટેકો આપવો.
- નાનો ધંધો શરૂ કરવા માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવી રોજગારીમાં વૃદ્ધિ કરવી.
- નોકરી શોધવા પર આધારિત રહેવાના બદલે લોકો પોતાનું કામ શરૂ કરે તેવા પ્રયાસો કરવું.
- રોજગાર મેળવવાથી જીવનમાં સ્થિરતા અને સન્માન પ્રાપ્ત થાય તે માટે મદદરૂપ થવું.
- સાધન (ટૂલ કિટ) આપી એ લોકો માટે શરૂઆત કરવી સહેલી બને એ સુનિશ્ચિત કરવું.
- દરેક વર્ગના લોકોને સફળતાની સમાન તક મળી રહે એ માટે તકદાયી બની રહેવી.
લાભાર્થી વર્ગ (પાત્ર નાગરિકો)
- સમાજના અનુસૂચિત જાતિના લોકો માટે આ યોજના ખાસ રચવામાં આવી છે જેથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે.
- પછાત વિસ્તારોમાં રહેતા અનુસૂચિત જનજાતિના નાગરિકો માટે પણ સહાય ઉપલબ્ધ છે.
- આર્થિક રીતે નબળા અન્ય પછાત વર્ગના લોકો પણ લાભ લઈ શકે છે.
- અનામત વિના, માત્ર આવકના આધાર પર સહાય મેળવવા ઈચ્છતા નાગરિકો પણ પાત્ર છે.
- લઘુમતી સમુદાયમાં આવતાં નાગરિકો જે નાનકડા ધંધાથી પોતાનું જીવનધોરણ સુધારવા ઈચ્છે છે, તેમને પણ લાભ મળે છે.
- એવા યુવાનો કે જેમણે કોઈ વ્યવસાય શરુ કર્યો નથી અને રોજગારીની શોધમાં છે, તેઓ માટે આ યોજના ઉત્તમ તક છે.
- આ યોજનાના માધ્યમથી મહિલાઓને ઘેરબેઠા ધંધાની શરૂઆત કરવા માટે પ્રોત્સાહન મળે છે.
આ યોજના સામાજિક સમાનતા અને આત્મનિર્ભરતા તરફ મજબૂત પગલું છે, જે લોકોના જીવનસ્તરમાં સુધારો લાવવામાં મદદરૂપ થાય છે. તેથી લોકો દ્વારા આ યોજનાને ખુબ જ પસંદ કરવામાં આવે છે.
માનવ ગરિમા યોજનાના દસ્તાવેજો
માનવ ગરિમા યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજદારે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો રજૂ કરવાનું જરૂરી હોય છે. સૌથી પહેલા, ઓળખ માટે આધાર કાર્ડ જરૂરી છે. તે પછી જાતિ પ્રમાણપત્ર, જે અરજદાર SC, ST, OBC અથવા અન્ય પાત્ર વર્ગમાં આવે છે
આવા જ કેટલાક જરૂરી દસ્તાવેજોની યાદી નીચે દર્શિત કરી છે, જે યોજના ફોર્મ સાથે જોડવા માટે અગત્યના છે.
- આધાર કાર્ડ: ઓળખ માટે આધારકાર્ડ જરૂરી છે.
- જાતિ પ્રમાણપત્ર: SC/ST/OBC/EWS તરીકેની પાત્રતા સાબિત કરતું પ્રમાણપત્ર.
- આવક પ્રમાણપત્ર: ગ્રામ્ય માટે ₹47,000 અને શહેરી માટે ₹60,000થી ઓછી આવક દર્શાવતું પ્રમાણપત્ર.
- રહેઠાણનો પુરાવો: રેશન કાર્ડ, લાઇટ બીલ, પાણી બીલ અથવા ઘરનો ભાડાપત્ર.
- શિક્ષણ પ્રમાણપત્ર: જો શૈક્ષણિક લાયકાત દર્શાવવા માટે ઉપયોગી
- બેંક પાસબુકની નકલ: અરજદારના નામે પ્રવૃત્ત બેંક ખાતાની વિગતો માટે.
- પાસપોર્ટ સાઇઝ ફોટા: 2 થી 3 નમૂનાના ફોટા.
- અરજી ફોર્મ: સરકારી વેબસાઇટ પરથી મેળવેલ અથવા કચેરીમાંથી લીધેલ ફોર્મ.
- સોગંદનામું (Affidavit): અરજદારની માહિતી સાચી હોવાનો જાહેરનામો.
- બિપીએલ કાર્ડ (જો હોય તો): બિપીએલ શ્રેણીનો પુરાવો હોવા પર વધુ પ્રાધાન્ય.
આ તમામ દસ્તાવેજો સાથે ભરીલ ફોર્મ નાયબ નિયામકશ્રીને આપવાનું રહેશે. અરજી મંજુર થયા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
માનવ ગરીમાં યોજનાની પાત્રતા
માનવ ગરિમા યોજના માટે અરજી કરનાર વ્યક્તિને કેટલાક પાત્રતા માપદંડો પૂર્ણ કરવા આવશ્યક છે. સૌથી પહેલાં, અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ. તો જ તેઓ આ યોજના માટે અરજી કરવા લાયક ગણાશે.
માનવ ગરિમા યોજનામાં અરજી કરવા માંગતા હોય તો તમારામાં નીચે દર્શાવેલા પાત્રતા માપદંડો હોવા અનિવાર્ય છે.
- અરજીકર્તા ગુજરાત રાજ્યનો કાયમી રહીવાસી હોવો આવશ્યક છે.
- તે અનુસૂચિત જાતિ લઘુમતી સમુદાય અથવા આર્થિક રીતે નબળા વર્ગનો હોવો જોઈએ.
- અરજી કરનારની ઉંમર 18 થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક ₹47,000 થી વધુ ન હોવી જોઈએ.
- શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક ₹60,000 થી વધુ ન હોવી જોઈએ.
- અરજીકર્તાએ અગાઉ માનવ ગરિમા યોજના હેઠળ કોઈ ટૂલ કીટ કે સહાય મેળવી ન હોય.
- અરજીકર્તા સ્વરોજગાર શરૂ કરવા ઈચ્છુક હોવો જોઈએ.
અરજદાર એવાં હોવા જોઈએ જેઓ અગાઉ આ યોજના હેઠળ સહાય પ્રાપ્ત ન કરી હોય અને જે પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે. આ પાત્રતા માપદંડોને ધ્યાનમાં લઈને લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈને આત્મનિર્ભર જીવનશૈલી તરફ આગળ વધી શકે છે.
સવાલ જવાબ (FAQ)
દેશનો મોટાભાગનો વર્ગ ગરીબી રેખા હેઠળ હવે છે જેમના મોટાભાગના લોકોને આ યોજનાને લઈને ઘણા પ્રશ્નો છે . તેમાંથી મુખ્ય સવાલોના જવાબ અહીં દર્શાવવામાં આવ્યા છે.
(1) માનવ ગરિમા યોજના શું છે?
માનવ ગરિમા યોજના ગુજરાત સરકારની એક યોજના છે જે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગોને નાની ટૂલ કિટ સહાય આપે છે જેથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે.
(2) આ યોજના માટે કોણ અરજી કરી શકે?
SC, ST, OBC, EWS તથા લઘુમતી વર્ગના 18 થી 60 વર્ષના નાગરિકો જેઓ ગુજરાતના કાયમી નિવાસી છે અને આવક મર્યાદા હેઠળ આવે છે.
(3) શું આ યોજના માટે કોઈ ફી લેવી પડે છે?
નહિ, આ યોજના સંપૂર્ણપણે મફત છે. અરજી કરવા માટે કોઈ ફી લાગતી નથી.
(4) આ યોજનામાં કઈ કઈ પ્રકારની ટૂલ કિટ મળે છે?
ટેલરિંગ, મોચીકામ, બ્યુટી પાર્લર, પ્લમ્બિંગ, મોબાઇલ રિપેરિંગ, સુથારી કામ સહિત વિવિધ વ્યવસાય માટેની સાધનસામગ્રી આપવામાં આવે છે.
(5) એક વખત સહાય મેળવ્યા પછી ફરીથી અરજી કરી શકાય?
નહિ, જે વ્યક્તિને પહેલેથી સહાય મળી ચુકી છે, તે પુન: અરજી માટે પાત્ર નથી.
આશા કરુ છુ માનવ ગરિમા યોજના વિશેની તમામ જાણકારી સારી રીતે આપી શકી છુ. મળીએ નવી પોસ્ટમાં એક નવી માહિતી સાથે ત્યાં સુધી ટેક કેયર.
