ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના | Ganga Swarupa Pension Scheme

⭐ 5 Star E-Book

હિન્દુ બેબી નામો

Gujarati Baby Names Ebook

માત્ર ₹29 માં બુક મેળવો
12 રાશિ પ્રમાણે યુનિક, આધુનિક અને અર્થપૂર્ણ નામો

📥 E-Book Download કરો
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના | Ganga Swarupa Pension Scheme

મહિલાઓના કલ્યાણને ધ્યાનમાં રાખતા સમય સમયાંતરે સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આવી યોજનાઓમાંથી એક છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના.

જે હેઠળ જેનો પતિ મૃત્યુ પામેલો હોય તેવી વિધવા સ્ત્રીઓને નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. આ માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વસવાટ કરતી મહિલાઓ માટે અલગ અલગ આવકના માપદંડ નક્કી કરવામાં આવેલ છે.

આપણી વિધવા બહેનોને સમાજમાં એક ઈજ્જત ભર્યું સ્થાન મળી રહે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. સાથે સાથે તેમને આર્થિક રીતે ટેકો પણ આના દ્વારા મળતો રહે છે.

ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના

ગંગા સ્વરૂપ એટલે કે એવી સ્ત્રી જેનો પતિ મરણ પામ્યો હોય. આ અર્થને લઈને બનેલી આ યોજના મહિલાઓને આર્થિક રીતે મદદરૂપ બનતી હોય છે. દર મહિને તેને પેન્શન રૂપે અમુક રકમ મળતી હોય છે.

જરૂરી અને યોગ્ય દસ્તાવેજો તથા પાત્રતાના ચોક્કસ માપદંડો દ્વારા તમે આ યોજના માટે સરળતાથી અરજી કરી શકો છો. આ માટેની અરજી પ્રક્રિયા ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે.

⭐ 5 Star E-Book

હિન્દુ બેબી નામો

Gujarati Baby Names Ebook

માત્ર ₹29 માં બુક મેળવો
12 રાશિ પ્રમાણે યુનિક, આધુનિક અને અર્થપૂર્ણ નામો

📥 E-Book Download કરો

લાભાર્થી મહિલાના કુટુંબની પાસે જો બીપીએલ કાર્ડ ના હોય તો પણ તેઓ આ યોજના માટેની અરજી કરી શકે છે. સાથે જ કોઈ પણ સમાજ કે વર્નની સ્ત્રીએ આ અંગેની અરજી માટે યોગ્ય ગણાય છે.

ગંગા સ્વરૂપ વિધવા યોજનાની પુરી જાણકારી

આ કલ્યાણ લક્ષી યોજના અંગે વધુ માહિતી જોઈતી હોય તો નીચેના કોષ્ટકમાં આપેલી છે. જેના દ્વારા યોજના અંગેની તમામ જાણકારી તમને સરળતા પૂર્વક મળી રહેશે.

વિગતમાહિતી
યોજનાનું નામગંગા સ્વરૂપા વિધવા અર્થિક સહાય યોજના
યોજનાનો ઉદ્દેશવિધવા મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવી
લાભાર્થીરાજ્યની વિધવા મહિલાઓ
લાભ રાશિ1250
પાત્રતા શરતો– વયમર્યાદા: 18-40 વર્ષ
– રાજ્યમાં રહેઠાણ
જરૂરી દસ્તાવેજો– મૃત્યુ પ્રમાણપત્ર
– આધાર કાર્ડ
– રેશન કાર્ડ
– બેંક પાસબુક
અરજી પ્રક્રિયાતાલુકા/જિલ્લા પંચાયત કચેરીમાં અરજી
સરકારી વિભાગસમાજ કલ્યાણ વિભાગ
અરજી ફીકોઈ નહીં
વધુ માહિતીસ્થાનિક સમાજ કલ્યાણ કચેરીમાંથી મળી શકશે

ગંગા સ્વરૂપા યોજનાનો મુખ્ય હેતુ

સરકારી ગાઇડલાઇન્સ અનુસાર જોવા જઈએ તો આ યોજના દ્વારા વિધવા મહિલાને દર મહિને રૂપિયા 1250 જેટલું પેન્શન ફાળવવામાં આવે છે. મોટી ઉંમરની મહિલાઓ પણ આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે.

જેવી રીતે અમે ઉપર જણાવ્યું તેમ વિધવા મહિલાઓ જ આનો લાભ લેવા માટે યોગ્ય ગણાય છે. અન્યથા કોઈ પણ સ્ત્રી આ યોજનાની અરજી કે લાભ લેવા માટે યોગ્ય ગણાતી નથી.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની માહિતી

જે સ્ત્રીનો પતિ મૃત્ય પામ્યો હોય છે તેની સ્થિતિ ખરેખર દયનીય બની જાય છે. સમાજ પણ તેને એક વિધવાની નજરથી જ જોતો આવ્યો છે. પરંતુ તેઓની સહાય માટે તથા કલ્યાણને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા આ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

યોજનાનો પરિચય

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓ માટે શરૂ કરેલી ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના સ્ત્રીઓને આર્થિક સહાય પ્રદાન કરે છે.

આ યોજનાનો હેતુ વિધવા મહિલાઓને જીવન જીવવા માટે આર્થિક સહાય સાથે મજબૂતી પૂરી પાડવી છે અને તેમને સ્વાવલંબન માટે પ્રોત્સાહન આપવું છે.

યોજનાના મુખ્ય લક્ષ્યો

  • વિધવા મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબન બનાવવું.
  • જીવનયાપન માટે જરૂરી માસિક સહાય પૂરી પાડવી.
  • સામાજિક અને આર્થિક સહકાર પ્રદાન કરવો.
  • વિધવા સ્ત્રીઓના જીવનમાં મર્યાદા અને સંસાધન વધારવું.

યોજનામાં મળી રહેલી સહાય

  • વિધવા સ્ત્રીઓને પ્રતિ મહિને ₹1,250ની આર્થિક સહાય આપવામાં આવે છે.
  • આ સહાયના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા જમા કરવામાં આવે છે.

યોજનાની પાત્રતા

  • અરજીકર્તા ગુજરાત રાજ્યની સ્થાયી નિવાસી હોવી જોઈએ.
  • વિધવા હોવી જરૂરી છે (પતિનું મૃત્યુપ્રમાણપત્ર જરૂરી છે).
  • અરજદારની વય 18 વર્ષથી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • અરજદારનું વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં ₹1,50,000થી ઓછી હોવી જોઈએ.

જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ.
  • પતિનું મૃત્યુપ્રમાણપત્ર.
  • નિવાસ પ્રમાણપત્ર.
  • બેંક ખાતાની માહિતી (પાસબુક).
  • આવક પ્રમાણપત્ર.
  • તલાટીની અથવા મ્યુનિસિપલ અધિકારીની સિફારિશ પત્ર.

યોજનામાં અરજી કેવી રીતે કરવી

  • નજીકની વેલફેર ઓફિસ અથવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગમાં સંપર્ક કરો.
  • જરૂરી ફોર્મ ભરીને અને દસ્તાવેજ જોડીને રજૂ કરો.
  • અરજી માટેની સ્થિતિ ચકાસવા માટે ડીઝીટલ પોર્ટલ અથવા સંબંધિત વિભાગમાં સંપર્ક કરી શકાય છે

યોજનાના ફાયદા

  • વિધવા સ્ત્રીઓને જીવનયાપન માટે નિયમિત આર્થિક સહાય મળે છે.
  • આ યોજના મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ બને છે.
  • આર્થિક સહાય સીધી બેંક ખાતામાં જમા થવાથી ગોપનીયતા અને સરળતામાં વધારો થાય છે.

સંપર્ક માટે

  • આ યોજના વિશે વધુ માહિતી માટે ગુજરાત સરકારના સેવા સદન અથવા મહિલા અને બાળ કલ્યાણ વિભાગની વેબસાઇટ પર મુલાકાત લો.

નિષ્કર્ષ

ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના વિધવા મહિલાઓને જીવન જીવવા માટે મજબૂત આધાર પૂરો પાડે છે. આ યોજના પીડિત સ્ત્રીઓને ન્યાય અને જીવનમાં નવું આશાવાદ પ્રદાન કરે છે.

ગંગા સ્વરૂપ પેન્શન યોજના માટેની પાત્રતા

ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં વસવાટ કરતી મહિલાઓ આ યોજનાનો લાભ સરળતાથી લઇ શકતી હોય છે. આ માટે યોગ્યતા વિશેની અમુક જાણકારી લેવી પણ જરૂરી ગણાય છે.

યોજના માટે ઉપયોગી એવા તમામ યોગ્યતાના માપદંડો વિશે માહિતી આ પ્રમાણે છે.

  • મહિલાનો પતિ મૃત્યુ પામેલ છે તેનું પ્રમાણ પત્ર હોવું જોઈએ.
  • એટલે કે યોજનાનો લાભ ફક્ત વિધવા લઇ શકે.
  • અરજદાર મહિલાની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • સ્ત્રીના પુન: લગ્ન ના થયેલા હોવા જોઈએ તો જ તે યોગ્ય ગણાશે.
  • અરજદારને પરિવારમાં કોઈ આર્થિક આધાર ન હોવો જોઈએ.
  • મહિલા પાસે સ્વયંના નામનો બેંક ખાતું હોવું જોઈએ.
  • તેની પાસે વિધવા તરીકેનું સ્થાનિક પ્રમાણ પત્ર હોવું જોઈએ.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનના દસ્તાવેજો

સામાન્ય રીતે કોઈ પણ સરકારી સહાય યોજનનો લાભ મેળવવા માટે અમુક ચોક્કસ દસ્તાવેજોની જરૂર પડતી હોય છે. તેના દ્વારા જ અરજદાર પોતાની અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે.

જેટલી પણ મહિલાઓ આ યોજના માટેની અરજી કરવા માંગતી હોય તેઓ નીચે દર્શાવેલા તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સને એકઠા કરી લો.

  • રેશન કાર્ડ (સ્વ-પ્રમાણિત છાયાંકિત)
  • બેંક પાસબુક/ખાતાની વિગતો
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • અર્જદારનો આધાર કાર્ડ (સ્વ-પ્રમાણિત છાયાંકિત)
  • પતિના મૃત્યુ પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
  • જન્મ તારીખનો પુરાવો
  • સરનામાનો પુરાવો
  • જાતિ પ્રમાણપત્ર
  • બેન્ક ખાતાની તમામ વિગતો

નમો લક્ષ્મી યોજના દ્વારા 50 હજારની સહાય મેળવો

યોજનાની અસર

ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના એ ગુજરાતના વિધવા સ્ત્રીઓ માટે એક આદર્શ યોજના છે, જે તેમને નવી શરૂઆત કરવાની તાકાત આપે છે. આ યોજના રાજ્ય સરકારના સામાજિક અને આર્થિક ઉત્થાન માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

  • આર્થિક સ્થિતિમાં સુધારો: આ યોજના ઘણા પરિવારો માટે આર્થિક સહાયનું મુખ્ય સ્ત્રોત બની છે.
  • સમાજમાં મર્યાદા: ગરીબી અને વિધવાપણાના કારણે સમાજમાંથી મળતી અવગણનાને દૂર કરવામાં આ યોજના મદદરૂપ છે.
  • માનસિક મજબૂતી: આર્થિક સહાય અને અન્ય લાભો મેળવવાથી વિધવા સ્ત્રીઓને જીવનમાં નવી આશા મળે છે.

ગંગા સ્વરૂપ યોજનાની અરજી પ્રક્રિયા વિશે માહિતી

અનેક મહિલાઓ આ યોજનાની અરજી કરવા માંગે છે. પરંતુ તેઓ પાસે આ અંગેની અરજી પ્રક્રિયા કેવી રીતે કરવાની છે તે અંગેનું ચોક્કસ જ્ઞાન ઉપલબ્ધ હોતું નથી.

આવા લોકો માટે અમે ખાસ સરળ શબ્દોમાં તમામ અરજી પ્રક્રિયાને દર્શાવી છે. જેના થકી મહિલાઓને અરજી કરવામાં મુશ્કેલી ઉભી થશે નહીં.

  • અરજદાર તાલુકા/જિલ્લા પંચાયત કચેરીમાંથી અરજી ફોર્મ મેળવશે.
  • જરૂરી દસ્તાવેજોની ઝેરોક્સ નકલો તૈયાર કરવી (આધાર, રેશન, મૃત્યુ પ્રમાણપત્ર).
  • સંપૂર્ણ ભરેલ અરજી ફોર્મ સાથે આવશ્યક કાગળો જોડવા.
  • અરજી ફોર્મ સંબંધિત કચેરીમાં જમા કરાવવો.
  • કચેરી દ્વારા અરજીની ચકાસણી કરવામાં આવશે.
  • પાત્રતા મુજબ લાભાર્થીની પસંદગી કરવામાં આવશે.
  • મંજૂર થયેલ લાભાર્થીને બેંક ખાતામાં સીધી સહાય મોકલવામાં આવશે.

યોજના અંગેની મહત્વની જાણકારી

18 વર્ષ કે તેથી વધુ વય ધરાવતી મહિલાઓ આ યોજના અંગેનો લાભ લેવા માટે સક્ષમ ગણાય છે. જો તેણીનો પતિ અકસ્માત કે અન્ય કોઈ સામાજિક આપત્તિના લીધે મૃત્યુ પામ્યો હોય તો તેને અન્ય લાભ પણ મળવા પાત્ર છે.

મહિલાના કલ્યાણને ધ્યાનમાં રાખતા બનેલી આ યોજનાને સામાન્ય લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી છે. તેથી નવા નવા બદલાવ અને સુધારા વધારાની સાથે આ યોજના સમયાંતરે આવતી રહે છે.

સવાલ જવાબ (FAQ)

દરેક સરકારી યોજનાઓની જેમ જ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાને લઈને પણ લોકોમાં અનેક સવાલો છે. તેમાંથી મુખ્ય પ્રશ્નોના જવાબ અહીં આપવામાં આવેલા છે.

(1) ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના શું છે?

ખાસ કરીને ગરીબ વર્ગની વિધવા મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી યોજનને ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના નામ આપવામાં આવ્યું છે.

(2) ગંગા સ્વરૂપા યોજનાનો મુખ્ય હેતુ શું છે?

આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે વિધવા મહિલાઓને પોતાની આર્થિક સહાય માટે અમુક નાણાકીય રકમ મળી શકે.

(3) લાભાર્થીને કેટલી નાણાકીય રકમ આપવામાં આવે છે?

સરકાર દ્વારા શરૂ થયેલ ગંગા સ્વરૂપ આર્થિક યોજનામાં લાભાર્થીને 1250 રૂપિયા જેટલી નાણાકીય સહાય રકમ આપવામાં આવે છે.

(4) મહિલા ગંગા સ્વરૂપ યોજના માટે કોણ યોગ્ય ગણાય છે?

જે પણ મહિલાઓ વિધવા છે તેઓ તમામ આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય ગણાય છે.

(5) આ યોજના અંગેની વધુ માહિતી ક્યાંથી મેળવી શકાય છે?

આ યોજના અંગેની વધુ માહિતી માટે તમે આની ઑફિશિયલ વેબસાઈટ અથવા તો કચેરીની મુલાકાત લઇ શકો છો.

આશા કરુ છુ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વિશેની પુરી માહિતી આપવામાં સફળ રહી છુ. મળીએ હવે નવી પોસ્ટમાં ત્યાં સુધી ટેક કેયર.

⭐ 5 Star E-Book

હિન્દુ બેબી નામો

Gujarati Baby Names Ebook

માત્ર ₹29 માં બુક મેળવો
12 રાશિ પ્રમાણે યુનિક, આધુનિક અને અર્થપૂર્ણ નામો

📥 E-Book Download કરો

We will be happy to hear your thoughts

Leave a reply

Gujju Girl
Logo