
આપણી ગુજરાત સરકાર કન્યા પોષણને લઈને ઘણી સજાગ રહે છે. તેથી સમયાંતરે બાળ વિકાસ માટે અનેક યોજનાઓ બહાર પડતી રહે છે તેમાંથી એક છે કિશોરી સશક્તિ યોજના.
અત્યારના સમયમાં કુપોષણ એક ગંભીર સમસ્યા બની ગયી છે. નાના તથા પછાત વર્ગના લોકોને પૌષ્ટિક ભોજન જેવી પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. તેથી તેઓને ઘણા રોગ પણ થાય છે.
ખાસ કરીને ગરીબ પરિવારોની દીકરીઓ ઉપર આની માઠી અસર પડતી હોય છે. યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે 11 થી 18 વર્ષના વય જૂથની તમામ કિશોરીઓને સારો અને પોષણ યુક્ત આહાર મળી રહે.
કિશોરી સશક્તિ યોજના
કિશોરી સશક્તિ યોજના એ ભારત સરકાર દ્વારા કિશોર-કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે. જેનો લાભ અત્યાર સુધી ગુજરાતની અનેક દીકરીઓ લઇ ચુકી છે.
આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય 11 થી 18 વર્ષની ઉંમરની યુવતીઓને શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સામાજિક ક્ષેત્રે સશક્ત બનાવવાનો છે. આ યોજના થકી ગરીબ કુટુંબોની દીકરીઓના જીવનને સકારત્મક્તા મળી રહે છે.
યોજના અંતર્ગત કિશોરીઓને સ્વાથ્ય, સ્વચ્છતા, જીવન ક્ષમતા અને ટેકનોલોજી સાથે જોડવાની તાલીમ આપવામાં આવે છે. જેના કારણે તેઓ ભવિષ્યમાં સરળતાથી રોજગારી મેળવીને પોતાનું ગુજરાન ચલાવી શકે.
કિશોરી સશક્તિ યોજનાની જાણકારી
નારી શક્તિ માટે સરકાર દ્વારા અવનવા પ્રયાસ હાથ ધરવામાં આવે છે. આના લીધે કિશોરીઓને યુવા વયમાં જ સ્વ રોજગારની તાલિમ મળી રહેતી હોય છે. તેથી મહિલાઓ આત્મનિર્ભર બની શકે.
ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આ કાર્યક્રમો દ્વારા કિશોરીઓને શિક્ષણ અને રોજગારી સાથે જોડવામાં આવે છે. આ યોજના વિશેની તમામ માહિતી નીચેના ટેબલ અનુસાર જાણી શકાય છે.
| મુદ્દો | વિગતો |
|---|---|
| યોજના નું નામ | કિશોરી સશક્તિ યોજના |
| શરૂ થયેલ વર્ષ | 2000 |
| કેન્દ્ર સરકારના વિભાગ | મહિલા અને બાળ વિકાસ મંત્રાલય |
| લાભાર્થીઓ | 11 થી 18 વર્ષની કિશોરીઓ |
| ઉદ્દેશ્ય | કિશોરીઓનું પોષણ, આરોગ્ય, શિક્ષણ અને આત્મવિશ્વાસ વધારવો |
| મુખ્ય ઘટકો | પોષણ, આરોગ્ય ચકાસણી, જીવન કૌશલ્ય તાલીમ, શિક્ષણ માટે પ્રોત્સાહન |
| અમલ કરનાર સંસ્થા | આંગણવાડી કેન્દ્રો અને સમિતિઓ |
| લાયકાત | ગામડાં અને પછાત વિસ્તારોની કિશોરીઓ |
| લાભો | આયર્નની ગોળીઓ, આરોગ્ય પરીક્ષણ, સ્વચ્છતા વિશે જાગૃતિ, તાલીમ વગેરે |
| અભિગમ | સમૂહ આધારિત અને વ્યક્તિ આધારિત |
કિશોરી સશક્તિ યોજના માટેની પાત્રતા
આ યોજના ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2000માં શરૂ કરવામાં આવેલી એક મહત્વની યોજના છે. જેના વિશેના તમામ પાત્રતા માપદંડોની જાણકારી નીચે અનુસાર છે
- ઉંમર: 11 થી 18 વર્ષની કિશોરીઓ લાભ મેળવવા માટે યોગ્ય ગણાય છે.
- સ્થાન: ગ્રામ્ય, પછાત અને આદિવાસી વિસ્તારોની તરુણીઓ પાત્ર છે.
- શૈક્ષણિક સ્થિતિ: શાળા જતી કે શાળા છોડેલી કિશોરીઓ પણ આનો લાભ લઇ શકે છે.
- આંગણવાડી જોડાણ: નજીકની આંગણવાડીમાં નોંધણી જરૂરી ગણાય છે.
- આર્થિક સ્થિતિ: મુખ્યત્વે ગરીબ અને પછાત વર્ગની કિશોરીઓ આની માટે લાયકાત ધરાવે છે.
યોજના ખાસ કરીને ગામડાં, પછાત વિસ્તારો અને આદિવાસી વિસ્તારોની કિશોરીઓ માટે અમલમાં મૂકવામાં આવે છે. આવા લોકોને જ આ યોજના અર્થે લાભ મળવા પાત્ર છે, અન્યથા કોઈ આના માટે લાયક ગણાશે નહીં.
કિશોરી સશક્તિ યોજનાની માહિતી
યોજના અમલ માટે આંગણવાડી કેન્દ્રો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આંગણવાડી કાર્યકર્તાઓ અને આરોગ્ય કર્મચારીઓ કિશોરીઓના નિયમિત મીટિંગ, શિક્ષણ અને આરોગ્ય સત્રોનું આયોજન કરે છે.
યોજના વિશેની વધુ માહિતી તમે નીચે અનુસાર જોઈ શકો છો.
શરુઆત
- કિશોરી સશક્તિ યોજના (KSY) વર્ષ 2000માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી.
- આ યોજના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવી છે.
ઉદ્દેશ્ય
- આ યોજના કિશોરી વયની છોકરીઓને શારીરિક, માનસિક અને સામાજિક રીતે સશક્ત બનાવીને તેમનો સર્વાંગી વિકાસ કરવો છે.
લક્ષ્ય સમૂહ
- 11 થી 18 વર્ષની શાળા જતી કે શાળા છોડેલી કિશોરીઓ
- ખાસ કરીને ગ્રામ્ય અને પછાત વિસ્તારોની કિશોરીઓ
અમલના સાધનો
- આંગણવાડી કેન્દ્રો
- સ્થાનિક NGO અને આરોગ્ય કર્મીઓ સાથે સહયોગ
અભિગમ
- વ્યક્તિ આધારિત: વ્યક્તિગત કિશોરીઓ સાથે કામ
- સમૂહ આધારિત: કિશોરીઓના જૂથો બનાવીને તાલીમ આપવી
આ યોજના કિશોરી સશક્તિ યોજના માત્ર આરોગ્ય કે પોષણ પૂરતી મર્યાદિત નથી, પણ તે કિશોરીઓમાં આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા જગાવવાનો એક મજબૂત સાધન બની રહી છે.
કિશોરી સશક્તિ યોજનાના દસ્તાવેજો
દરેક પ્રકારની સરકારી યોજનાનો લાભ લેવા માટે અમુક પ્રકારના ચોક્કસ દસ્તાવેજોની જરૂર પડતી હોય છે. અહીં આપેલી છે કિશોરી સશક્તિ યોજના માટે જરૂરી દસ્તાવેજોની યાદી યોજનાના લાભ માટે જરૂરી ગણાય છે.
- જન્મ પ્રમાણપત્ર : કિશોરીની ઉંમર 11 થી 18 વર્ષની છે તે સાબિત કરવા માટે
- આધાર કાર્ડ : ઓળખ અને સરનામું ચકાસવા માટે
- રેશન કાર્ડ/BPL કાર્ડ : આર્થિક સ્થિતિ બતાવવા માટે (ગરીબ કે પછાત વર્ગ તરીકે ઓળખાણ)
- શાળાનું દાખલો/LC : શૈક્ષણિક સ્થિતિ માટે
- પાસપોર્ટ સાઇઝ ફોટો : ફોર્મ સાથે જોડવા માટે
- આંગણવાડી નોંધણીનો પુરાવો : આંગણવાડી કાર્યકર્તા દ્વારા મળેલ સર્ટિફિકેટ અથવા નોંધણી પત્ર
કિશોરી સશક્તિ યોજનાની અરજી પ્રક્રિયા
યોજના હેઠળ કિશોરીઓને આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ, નિયમિત આરોગ્ય ચકાસણીઓ, રક્તક્ષય નિવારણ માટે માર્ગદર્શન, શરીર સંબંધિત પરિપક્વતાની સમજ અને સાફસફાઈ વિશે જાગૃતિ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
કિશોરી શક્તિ યોજનાની અરજી કરવા માંગતા હોય તો નીચેની બાબતોને જરૂર ધ્યાનમાં લો.
- નજીકની આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરો અને યોજનાની જાણકારી મેળવો.
- કિશોરી અથવા તેના પેરેન્ટ્સને નિકટતમ આંગણવાડી કેન્દ્ર પર જવું પડે છે.
- ઉંમર (11-18 વર્ષ), ગામડાંમાં રહેવું અને અન્ય માપદંડોની પુષ્ટિ થવી જરૂરી છે.
- દસ્તાવેજો તૈયાર રાખો અને ફોર્મ ભરો ત્યારે જરૂરી ડોક્યુમેન્ટ્સ ને સાથે જોડી લો.
- આંગણવાડી કાર્યકર્તા અથવા સુપરવાઇઝર અરજી ફોર્મ આપશે અને તેને ભરવામાં મદદ કરશે.
- દસ્તાવેજો સાથે ફોર્મ સબમિટ કરો ત્યારે યોગ્ય રીતે ચકાસણી કરી લો.
- જરૂરી દસ્તાવેજો જોડીને ફોર્મ આંગણવાડી કેન્દ્રમાં જમા કરાવવું.
- ચકાસણી બાદ પસંદગીની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે.
- અરજદારની માહિતીની ચકાસણી થયા બાદ કિશોરીને યોજનામાં સામેલ કરવામાં આવે છે.
સવાલ જવાબ (FAQ)
ઘણા લોકોને કિશોરી શક્તિ યોજનાને લઈને અનેક પ્રકારના પ્રશ્નો છે. તેમાંથી મુખ્ય સવાલોના જવાબ અહીં આપવામાં આવેલા છે.
(1) કિશોરી સશક્તિ યોજના શું છે?
કિશોરી સશક્તિ યોજના એ 11 થી 18 વર્ષની કિશોરીઓ માટે શરૂ કરાયેલી સરકારની યોજના છે, જેમાં પોષણ, આરોગ્ય, શિક્ષણ અને આત્મવિશ્વાસ માટે તાલીમ આપવામાં આવે છે.
(2) આ યોજનાનો લાભ કોણ લઈ શકે?
11 થી 18 વર્ષની ઉંમરની કિશોરીઓ, ખાસ કરીને ગ્રામીણ અને પછાત વિસ્તારોની, શાળા જતી કે શાળા છોડેલી – બંને લાભાર્થી બની શકે છે.
(3) યોજના માટે અરજી કેવી રીતે કરવી?
નજીકની આંગણવાડી કેન્દ્રમાં જઈને અરજી ફોર્મ ભરવું અને જરૂરી દસ્તાવેજો સાથે જમા કરાવવું.
(4) યોજના હેઠળ કઈ પ્રકારની સુવિધાઓ મળે છે?
યોજના હેઠળ નીચે દર્શાવેલી સુવિધાઓ મળવા પાત્ર છે.
- આયર્ન ફોલિક એસિડ ગોળીઓ
- આરોગ્ય ચકાસણી
- જીવન કૌશલ્ય તાલીમ
- શૈક્ષણિક સહાય
- સ્વચ્છતા અને પોષણ અંગે જાગૃતિ
(5) અરજી માટે કયા દસ્તાવેજો જોઈએ?
અરજી કરવા માટે જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, શાળાનું દાખલો અને પાસપોર્ટ સાઇઝ ફોટાની જરૂર પડે છે.
આશા કરું છુ કિશોરી સશક્તિ યોજના વિશેની તમામ જાણકારી સારી રીતે આપી શકી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય લોકો સાથે પણ જરૂર શેયર કરો.
